Advertisement

વધુ વજન એટલે વધુ ચરબી ?

 

વધુ વજન એટલે વધુ ચરબી ?
------------------------------------------------

મોટાભાગના લોકો વજન વધારે હોય એટલે શરીરમાં ચરબી વધી છે એવું માની લે છે, મોટાભાગના કિસ્સામાં સાચું પણ હોય છે. પરંતુ 'વધુ વજન' અને 'મેદવૃદ્ધિ' એકબીજાથી થોડાક જુદા જુદા પડતા શબ્દો છે. 

શરીરમાં જયારે ચરબીનો ભરાવો થાય ત્યારે એને મેદવૃદ્ધિ કહેવાય છે. કેટલાક લોકોમાં શરીરમાં સોજા આવવાથી થવાથી પણ વજન વધી જાય છે, પરંતુ એવા કિસ્સામાં શરીરની ચરબી નથી વધતી. આમ 'વધુ વજન' હોય છે પણ 'મેદવૃદ્ધિ' નથી હોતી.

શરીરમાં કેટલી ચરબી છે તેના આધારે  માણસનું ભાવિ સ્વાસ્થ્ય ઘડાય છે. 

શરીરમાં ખરેખર કેટલી ચરબી છે; કેટલા કિલો સ્નાયુ છે; કેટલા કિલો હાડકાં છે વગેરેનું માપ કાઢવાનું મુશ્કેલ છે, 

પરંતુ અશકય નથી. એક અંદાજ મુજબ ૬૦ કિલોગ્રામ વજન ધરાવતી એક વ્યક્તિમાં આશરે ૧૦ કિલોગ્રામ ચરબી; ૧૦ કિલોગ્રામ પ્રોટીન (મુખ્યત્વે સ્નાયુમાં); ૩.૫ કિલોગ્રામ મિનરલ્સ (મુખ્યત્વે હાડકાંમાં); ૦.૫ કિલોગ્રામ કાર્બોહાઇડ્રેટ (ગ્લાઇકોજન) અને બાકીનું બધું પાણી (આશરે ૩૬ કિલો) હોય છે. 

પુરુષ જેટલી જ ઊંચાઇ અને વજન ધરાવતી સ્ત્રીમાં પુરુષ કરતાં બમણી ચરબી હોય છે. 

શરીરમાં સ્નાયુઓનુ વજન જેટલુ વધારે હોય એટલો ફાયદો થાય છે કારણ કે સ્નાયુઓમાં ચયાપચયની પ્રક્રિયા સતત ચાલે છે જે લોહીમાં શુગર વધતી અટકાવે છે અને સતત શક્તિનો વપરાશ કરીને વધારાની શક્તિને ચરબી સ્વરૂપે જમાં થતી અટકાવે છે.

 

વધુ વજન એટલે વધુ ચરબી એવું ખરું

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ