Advertisement

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

એસિડિટી થઈ હોય ત્યારે શુ કરવું જોઈએ
------------------------------------------------------

  • એસિડિટી થઈ હોય ત્યારે શુ કરવું જોઈએ ?

    • અનાનસના ટુકડા પર સાકર અને મરી નો પાવડર ભભરાવીને ખાવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • સફેદ કાંદાને પીસી અને તેમાં સાકર અને દહીં મેળવીને મિક્સ કરી ને ખાવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો(10ગ્રામ) અને મધ અર્ધી ચમચી આ ભેગું કરી ખાવાથી    એસિડિટી માં રાહત મળે છે.
    • એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, તેટલી જ સાકર મિક્સ કરી ને, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી માં રાહત મળે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
    • ગાજરનો રસ પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટીમાં રાહત મળે છે.
    • આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
    લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • ધાણા અને સૂંઠનું ચૂર્ણ ને પાણી સાથે લેવાથી પણ એસિડિટી માં રાહત મળે છે.
    • કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
    • સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

એસિડિટી થઈ હોય ત્યારે શુ કરવું જોઈએ


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ