Advertisement

ઉધરસ-ખાંસી માટેના આયુર્વેદ ઉપચાર

 

 

 ઉધરસ-ખાંસી માટેના આયુર્વેદ ઉપચાર
---------------------------------------------------------------------

  • કાંદાના રસમાં આપણે મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ હોય તે મટે છે.
  • કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થાય છે અને ઉધરસ પણ મટે છે.
  • લીંબુના રસમાં અને તેમાં ચારગણું મધ ભેળવીને પછી ચાટવાથી પણ ઉધરસ મટે છે.
  • લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  • મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
  • મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
  • એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
  • થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  • લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુ પિંગ), કફ મટે છે.
  • લસણનો ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હુ પિંગ/કફ)મટે છે.
  • દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  • આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે.
  • થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
  • ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
  • રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.
  • ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
  • અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે અને ઉધરસ મટે છે.
  • હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપરથી પાણી પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
  • મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્‍યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
  • હળદર અને સૂંઠ સવારસાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
  • હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે.
  • નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
  • તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુઃખાવો મટે છે.
  • રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ, ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
  • અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
  • ખાંડ સાથે બે ટીપાં કેરોસીન દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે.
  • કેળના પાનને બાળી, ભસ્‍મ બનાવી, તે ભસ્‍મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉટાંટિયામાં રાહત થાય છે.

 

 

ઉધરસ-ખાંસી માટેના આયુર્વેદ ઉપચાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ