કબજિયાત દૂર કરવાના ઉપાયો
---------------------------------------------------
કબજીયાત થવાના કારણો :-
- ભોજન ની અંદર ફાયબરનો અભાવ
- રાત્રિ એ મોડાં લેવા માં આવે ભોજન
- શરીરમાં પાણીનું આછું હવું
- બેઠાડું જીવન હોય
- ઓછું ચાલવાનું કે ઓછું કામ કરવું,
- દવાઓનું સેવન કરવું
- મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર ના કારણે
- થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું
- કેલ્શિયમ અને પોટેશિયમની અછત
- ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ
- ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી
- રાય, અતિશય ઠંડા, તીખા, તળેલા અથવા ફાસ્ટ ફૂડ ખાવા
- યોગ્ય સમયે ભોજન ન લેવાથી
કબજિયાત થાય ત્યારે તેને અટકાવવા અને તેમાંથી આપને રાહત મેળવવાના કેટલાક ઉપાયો બતાવી રહ્યા છીએ જે પાલન કરવાથી કબજિયાત દુર થાય છે..
ટમેટા નો ઉપાય :-
- પાકા ટમેટાનો એક વાટકી રસ પીવાથી આંતરડાનો મળ સાફ થઈ થાય છે અને કબજીયાતની સમસ્યા દુર થાય છે.
વરીયાળી નો ઉપાય :-
- રાત્રે સુતા પહેલા આપણે એક મોટી ચમચી વાંટેલી એક ચમચી વરીયાળી ગરમ પાણી સાથે પીવાથી કબજિયાત ઠીક થાય છે. વરિયાળીમાં મળી આવતા તેલ પાચનક્રિયાને મજબુત કરે છે અને ગેસ્ટ્રીક એન્જાઈમના ઉત્પાદનને વધારે છે..
લસણ નો ઉપાય:-
- જે લોકો ને કબજિયાત હોય તેને જમવામાં લસણનું સેવન કરવું જોઇએ, લસણ મળને નરમ કરે છે અને તે સરળતાથી તમારા આંતરડાની બહાર નીકાળવામાં મદદ પણ કરે છે. તેમા રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થતા સોજાને પણ ઓછો કરે છે. તમે રોજ સવારે પણ 1 કળી લસણ ગળી શકો છો.
ઈસબગુલ નો ઉપાય :-
- ઈસબગુલને સંસ્કૃતમાં ‘સ્નિગ્ધબીજમ’ પણ કહેવામાં આવે છે.
- તે ફાઈબરથી ભરપૂર છે અને તે લેક્ઝેટિવ છે. તે કબજિયાત અને ડાયેરિયા બન્નેમાં ગુણકારી છે.
- રાત્રે બે ચમચી ઈસબગુલને એક ગ્લાસ પાણી કે દૂધમાં ભેળવી દો.
- સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે.
- ઈસબગુલની કોઈ આડઅસર નથી. તમે દરરોજ તેને ઉપયોગ કરી શકો છો.
પાણી નો ઉપાય:-
- પાણી આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે દિવસમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ. સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાના મોટા રોગોનો નાશ પણ થઇ જાય છે. વ્હેલા સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે. કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.
અળસી નો ઉપાય:-
- અળસી એટલે ફ્લેક્સ સીડમાં પ્રચૂર માત્રામાં ઓમેગા- 3 ફેટી એસિડ છે, જે આરોગ્યપ્રદ છે.
- અળસીને પીસીને તેનો પાઉડર બનાવી લો તેને રોજ એક ચમચી પાઉડરને રાત્રે એક ગ્લાસમાં પાણીમાં પલાળી રાખો.
- સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી જાઓ. આનાથી કબજિયાતમાં રાહત થશે.
પાલક નો ઉપાય:-
- પાલકમાં મધ જેવો જ લેક્સટીવ ગુણ મળી આવે છે. જે કબજીયાતને દુર કરે છે. જો શાકભાજી કે સલાડમાં અથવા ચટણી સાથે પાલક લેવામાં આવે તો વ્યક્તિને કબજીયાતની સમસ્યા રહેતી નથી.
ત્રિફળા ચૂર્ણ નો ઉપાય:-
- ત્રિફળા ચૂર્ણને કબજિયાતને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
- આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે.
- તેથી તેને ત્રિફળા (ત્રણ ફળોથી બનેલ) કહે છે. તેમાં ગ્લાઈકોસાઈડ નામનું તત્ત્વ છે, જે પાચનમાં મદદ કરે છે.
- એક ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ભેળવી દો. સવારે આ પાણી પી જાઓ, કબજિયાત દૂર થશે.
કોફી નો ઉપાય:-
- સામાન્ય રીતે લોકો કોફી પીતા હોય છે, પરંતુ જે લોકો કોફીનું સેવન કરતા નથી તે લોકોને કબજિયાત થાય છે, જો આ લોકોને કોફી પીવડાવવામાં આવે તો કબજિયાત દુર કરે છે. કોફી મળ ત્યાગ કરવાની પ્રવૃત્તિને જાગૃત કરે છે.
મુનક્કા નો ઉપાય:-
- દ્રાક્ષને ખાસ રીતે સૂકવવાથી મુનક્કા બને છે.
- મુનક્કા પેટ માટે ખૂબ લાભદાયી છે. મુનક્કા બે પ્રકારના હોય છે, લાલ મુનક્કા અને કાળા મુનક્કા.
- તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે અને વાત, પિત્ત અને કફના દોષ દૂર થાય છે.
- મુનક્કાના બી કાઢી તેને રાત્રે પાણીમાં પલાળી રાખો.
- સવારે તેને ખાઈ જાઓ અને સાથે તેનું પાણી પણ પી જાઓ. કબજિયાતને દૂર કરવા માટે આ ઉપાય કારગત છે.
ખાટી બદામ કે આલું બદામ નો ઉપાય:-
- આલું બદામના સેવનથી કબજિયાતમાં રાહત થાય છે. આલું બદામમાં લેક્સટીવ ગુણ હોય છે જેનાથી મળત્યાગ આસાનીથી થાય છે. અને જેનાથી કબજિયાતમાં રાહત રહે છે.
અજમો નો ઉપાય:-
- અજમામાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, પોટેશિયમ, ટેનિન, રિબોફ્લેવીન જેવા અનેક પોષક તત્ત્વો છે.
- પેટ સંબંધિત બિમારીઓને દૂર કરવા માટે અજમો ઉત્તમ છે.
- એક ગ્લાસ પાણીમાં પા ચમચી અજમાનો પાઉડર અને ચપટી મીઠું ભેળવો.
- હવે તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી દરરોજ સવારે પીઓ.
- આનાથી તમારું પેટ સાફ આવશે અને ગેસ, અપચો જેવી સમસ્યા દૂર થશે.
વરિયાળી નો ઉપાય:-
- વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
0 ટિપ્પણીઓ