બાળકોમાં મેદવૃદ્ધિ અટકાવો
------------------------------------------------------
- દિવસે દિવસે આપણા દેશમાં અને આખા વિશ્વમાં જાડાં બાળકોનું પ્રમાણ વધતું જાય છે.
- અમેરિકામાં ૨૦ વર્ષ પહેલાં કુલ આશરે ૨૦ ટકા બાળકોનું વજન વધારે હતું જે પ્રમાણ આજે ૩૫ ટકા જેટલું થઇ ગયું છે. જાપાનમાં છેલ્લા ૨૦ વર્ષમાં જાડાં બાળકોનું પ્રમાણ બમણું થયું છે (ત્યાં અત્યારે આશરે ૧૨ ટકા બાળકો આદર્શ કરતાં વધુ વજન ધરાવે છે)
- ભારતનાં શહેરોમાં પણ પહેલાં કરતાં વધુ પ્રમાણમાં જાડાં બાળકો જોવા મળે છે. ૧૦-૧૧ વર્ષે જાડું બાળક પુખ્ત વયે જાડું જ રહે એવી શકયતા અન્ય બાળક કરતાં પાંચ ગણી વધારે રહે છે.
વળી, તરૂણાવસ્થા દરમ્યાન વધારે વજન ભવિષ્યમાં ઉદભવનારી બીમારીના મૂળ નાંખી દે છે. - હાવર્ડ ગ્રોથ સ્ટડી નામના ૫૫ વર્ષ સુધી ચાલેલા અભ્યાસનું તારણ એવું છે કે, જો કોઇ છોકરો તરૂણવયે જાડો હોય તો કોઇપણ ઉંમરે રોગોથી મૃત્યુ થવાની શકયતા પાતળા છોકરા કરતાં બે ગણી વધારે રહે છે.
- જાડા તરૂણોને ભવિષ્યમાં હ્રદયરોગ, આંતરડાનું કેન્સર કે ગાઉટ જેવી બીમારી થવાની શકયતા વધે છે. સૌથી વધુ તો માનસિક તકલીફો (લઘુતા, હીનતા, ડીપ્રેશન) બાળપણથી જાડાપણાને કારણે થવાની શકયતા વધે છે.
- પાંચ થી બાર વર્ષના બાળકોમાં વજન વધવા પાછળ વારસાગત કારણો ઉપરાંત ઘર અને સમાજનું વાતાવરણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે.
- એક અભ્યાસમાં તો એવું જાણવા મળ્યું કે જાડા માલિકના કૂતરા પણ જાડા હોય છે. ટૂંકમાં કહીએ તો ઘરની ખાવાની ટેવો બાળકના વજન પર સીધો આધાર રાખે છે.
- જે ઘરમાં વધુ ચરબીવાળા તળેલા નાસ્તાઓ અને ફરસાણ ખાવાનું રોજરોજ રૂટીન હોય ત્યાં બાળક જાડું ન થાય તો જ નવાઇ.
આ ઉપરાંત, બાળકોને શારીરિક શ્રમ કરવાની તકો ઘટતી જાય છે. - શહેરની ગીચ વસ્તીમાં રમવાના મેદાનથી માંડીને ચાલવા-સાઇકલ ચલાવવા માટેના ઓછા ટ્રાફીકવાળા રસ્તાઓ પણ દુર્લભ થઇ ગયા છે.
- આજથી ૨૦ વર્ષ પહેલાં ૮૦ ટકા બાળકો ચાલતાં કે સાઇકલ ઉપર સ્કૂલે જતાં હતાં આજે આ પ્રમાણ ઘટીને ૫ થી ૨૫ ટકા જેટલું થઇ ગયું છે.
- શ્રમ કર્યા વગરની રમતો (વીડીયોગેઇમ્સ) અને મનોરંજન (ટી.વી./વીડીયો) વ્યાપક બનવાથી પણ જાડાપણાની બીમારી વધવા લાગી છે.
- એક અભ્યાસ પ્રમાણે જે સમાજનાં બાળકો ટી.વી. જોવા પાછળ રોજ એક કલાક વધુ બગાડે છે એ સમાજમાં જાડાં બાળકોની સંખ્યામાં બે ટકાનો વધારો થાય છે.
- રોજનું ૩-૪ કલાક ટી.વી. જોનાર બાળકોમાં જાડાપણાનું પ્રમાણ કેટલું બેફામ વધી શકે એ આ આંકડા પરથી ખ્યાલ આવે છે.
- (૧) શારીરિક શ્રમ (રમતગમત) નો સમય ટી.વી. જોવાથી શ્રમ વગર પસાર થાય છે. (
- ૨) ટી.વી. જોતાં જોતાં નાસ્તો કરવાની ટેવને કારણે વધુ ખવાઇ જાય છે. ટી.વી. જોવામાં મશગુલ બાળક અને મોટાપણ બેધ્યાનપણે જરૂર કરતાં વધુ ખોરાક ખાઇ લે છે.
- (૩) ટી.વી. પર આવતી જાહેરાતો ફાસ્ટફૂડ-ચોકલેટ-બી(સ્કટ વગેરે વધુ ચરબીવાળા ખોરાક ખાવા માટે બાળકને લલચાવે છે.
- પાંચથી બાર વર્ષનાં બાળકોમાં મેદવૃદ્ધિ અટકાવવી હોય તો વ્યક્તિગત, કૌટુંબિક અને સમાજના સ્તરે કેટલાંક નકકર પગલાં લેવાં જરૂરી છે.
- બાળકને મેદવૃદ્ધિથી થતા ગેરફાયદાની સમજણ દરેક મા-બાપ અને શિક્ષકે આપવી જરૂરી છે. ઘરમાં વધુ પડતું ઘી, તળેલું ન ખવાય એની કાળજી રાખવી.
- સ્કૂલમાં બાળકને પૂરતી રમતગમત વ્યાયામ મળી રહે એવું કમ્પાઉન્ડ અને ટાઇમટેબલમાં એને માટેનો અલગ સમય હોવો જરૂરી છે.
- શહેરમાં પૂરતાં મેદાનો અને ચાલનારા તથા સાઇકલ ચલાવનારાઓ માટે અલગ રસ્તા બનાવવા જોઇએ. જેથી સહેલાઇથી વ્યાયામ થઇ શકે.
- ટી.વી.-છાપાની જાહેરાતો પણ લલચાવનારી કે ખોટા સંદેશ આપનારી કે ખોટા રોલ મોડેલ ઉભા કરનારી ન બને એની સમાજે તકેદારી રાખવી જોઇએ
♥ સાઇકલ સવારી અપનાવો
- જો બેઠાડુ જીવનથી થતા રોગો (દા.ત. મેદવૃ(ધ્ધ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, ઓસ્ટીઓપોરોસીસ, કબજિયાત વગેરે) અને ધુમાડા - પ્રદુષણથી શરીરને થતા નુકસાનથી બચવું હોય તો એક ખૂબ જ સસ્તો, સરળ, આનંદ-દાયક, પ્રદુષણ-રહિત અને આરોગ્યપ્રદ રસ્તો છે
- સાઇકલ ચલાવવાનો !
જો દરેક માણસ ઘરેથી કામે જવા માટે નિયમિત સાઇકલ વાપરે તો એને કેટલા ફાયદા થાય - પેટ્રોલનો ખર્ચ બચે,
- કસરત થવાથી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા જળવાઇ રહે,
- માંદગી પાછળનો ખર્ચ બચે,
- ટ્રાફીક જામમાં સલવાઇ જઇને સમયની બરબાદી થતી અટકે અને પોતે પ્રદુષણ નથી ફેલાવતાં એટલો આત્મસંતોષ વધે.
- જે લોકો સમયના અભાવે કસરત ન કરી શકતા હોય એમણે તો પોતાના રૂટિનમાં સાઇકલ સવારી અમલમાં મૂકી દેવા જેવી છે.
0 ટિપ્પણીઓ