Advertisement

ઘરેલુ ઉપચાર - પેટની ચરબી ઘટાડો

 પેટની ચરબી ઘટાડો
--------------------------------------

  • હેલ્ધી રહેવુ સૌને ગમે છે પણ ફેટી દેખાવવુ કોઈને નથી ગમતુ. મોટાભાગે વજન વધતા સૌ પહેલા પેટની ચરબી વધી જાય છે. 
  • તેથી મોટાભાગે લોકો હેલ્ધી ફુડ ખાવાનુ ટાળે છે અને ડાયેટિંગ કરે છે.  
  • જો તમે પેટ પર જમા ચરબીથી પરેશાન છો અને પેટ ઓછુ કરવા માટે ડાયેટિંગ કરવા માંગો છો તો આ આ 5 ડ્રિંક્સ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.    
  • આ પાંચ ડ્રિંકનુ સેવન કરવાથી શરીરના ટૉક્સિન્સ નીકળે છે. 
  • મેટાબોલિજ્મ સારા થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
  • સાથે જ તેમા કૈલોરી પણ ઓછી છે તેથી તેનુ સેવન વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે ખૂબ જ ફાયદાકારી છે.


    લીંબુ સાથે ગ્રીન ટી :-
    • અનેક શોધોમાં પ્રમાણિત થઈ ચુક્યુ છે કે ગ્રીન ટી માં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને કૈટેચિંસ છે જે મેટાબોલિજ્મ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.  
    • બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. 
    • જેનાથી ફૈંટ્સ બર્ન થાય છે. 
    • રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થશે.   
    • નિયમિત રૂપે તેનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા કાયમ રહેશે. 
    • વજન ઓછુ થશે અને પેટની ચરબી ઘટશે.
    લીંબુ પાણી :-
    • લીંબુનો રસ શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે.  
    • સાથે જ આ શરીરને ઉર્જા પણ આપે છે. 
    • જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો.    
    • એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ એક ચપટી મીઠુ મિક્સ કરી રોજ સવારે પીવો.
    અનાનસ અને આદુનુ જ્યુસ :-
    • અનાનાસ અને આદુ શરીરના મેટાબોલિજ્મને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. 
    • તેમા વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે.     
    • તમે ચાહો તો તેમા સંતરા કે ઋતુ પ્રમાણેના ફળ પણ મિક્સ કરી શકો છો જેનાથી આ વધુ લાભકારી રહેશે.   
    •  અડધો ટુકડો અનાનસ, એક નાનકડો ટુકડો આદુ એક સંતરા અથવા મોસંબી સાથે બ્લેંડ કરો. 
    • રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનુ સેવન કરો.
    તરબૂચનુ જ્યુસ :-
    • તરબૂચમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. 
    • તેમા કૈલોરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે.  
    • આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. 
    • જે દિલના રોગોને દૂર કરે છે અને લાંબા સમય સુધી તમને જવાન બનાવી રાખે છે.  
    • દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે.
    ડાર્ક ચોકલેટ્સ શેક :-
    • ડાર્ક ચોકલેટનુ સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે. 
    • તેમા ઓલેઈક નામનુ તત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે.  
    • ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફૈટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કૈલોરી વધુ ન હોય.  
    • ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો.


ઘરેલુ ઉપચાર - પેટની ચરબી ઘટાડો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ