Advertisement

ગરમીથી છુટકારો અપાવે તેવા ઉપચારો

ગરમીથી છુટકારો અપાવે તેવા આયુર્વેદિય ઉપચારો
----------------------------------------------------------------------------------------

  • તજાગરમી માટેના સામાન્ય કારણો અને ઉપચારો :-

    • તડકો – તાપમાનમાં થતો વધારો સહન ન થવો. 
    • પરસેવો ખૂબ થવો.
    • હથેળી-પગના તળીયામાં બળતરા થવી.
    • હથેળી-પગના તળીયા સૂક્કા થઇ ચામડી ઉતરવી, ચીરા પડવા.  
    • આંખમાં બળતરા થવી, લાલાશ રહેવી. 
    • નસકોરી ફુટવી. માથામાં, મ્હોં પર ઝીણી લાલ ફોડકીઓ થવી. 
    • ગળામાં – છાતીમાં બળતરા પેશાબ ઓછો થવો, ગરમ થવો, બળતરા થવી. 
    • પેશાબ વધુ પીળાશ પડતો થવો. સતત ઠંડા વાતાવરણ, પીણા અને સ્પર્શની ઈચ્છા થવી. 
    • નજીવી બાબતોમાં ગુસ્સો, અકળામણ, ચિંતા અને ઈર્ષા જેવા ભાવ વારંવાર અનુભવવા.


    વિદગ્ધ પિત્ત :-
    • શરીરને ટકાવી રાખતા વાયુ, પિત્ત અને કફ પૈકી પિત્ત એ શરીરના ડાયજેશન, મેટાબોલિઝમ, તાપમાનની જાળવણી, ઇન્ટેલિજન્સ જેવા કાર્યો માટે જવાબદાર છે.. 
    • વાતાવરણમાં થતાં ફેરફાર, પિત્તને વધારે તથા બગાડે તેવા ગરમ, ખટાશ, આથાવાળા ખોરાક, સ્ટ્રેસ, ઈર્ષા, ક્રોધ જેવા માનસિક ભાવો, અન્ય રોગોનાં ઉપચાર માટે સતત લેવાતી દવાઓની આડઅસર જેવા બહુવિધ કારણોથી પિત્ત પોતાના સામાન્ય સ્વરૂપ-ગુણ છોડી અને તીવ્રતાથી કાર્ય કરે છે. 
    • તેવા પિત્તને વિદગ્ધ પિત્ત કહેવાય. અહીં ‘વિદગ્ધ પિત્ત' ને સામાન્ય સમજથી વર્ણવવાનો આશય એ છે કે, 
    • જો પિત્તને વિદગ્ધ કરે તે કારણો વિશે જાણી આપણા રોજ-બરોજના ખોરાક અને અન્ય કારણોમાં ફેરફાર કરીએ તો વગર દવાએ તજાગરમીને ઘણાઅંશે થતી જ અટકાવી શકાય.
       
    ઉપચાર :-
    • વરિયાળી, ધાણા, કાળી દ્રાક્ષ, પિત્તપાપડો અને સાકર સપ્રમાણ લઇ આઠ ગણા પાણીમાં, બને તો માટીના વાસણમાં રાતભર પલાળી, ચોળી, ગાળી અને નરણા કોઠે ૨ ગ્લાસ પીવું.  
    • આ ઉપાય પ્રચલિત છે. તજાગરમીથી પીડાતા લોકોએ ક્યારેક તો કર્યો હશે જ. 
    • પરંતુ આ ઉપાયની સાથે લાલ-લીલા મરચાં, અથાણાં, ચટણી, કેચપ, બજારૂ ખોરાક, તળેલાં ફરસાણ બંધ કર્યા હતા? 

    પિત્ત મટાડે તેવો ખોરાક  :-
    • ઘરનો રાંધેલો તાજો, ઓછી ખટાશ-તીખાશ-તેલ વાળો ખોરાક.. 
    • કાકડી, ટમેટાં, કોબીચ, ડુંગળી-સલાડ. 
    • દૂ ધી, ભીંડા, કોબીચ, ટીંડોરા, બ્રોકોલી, પાલક, મેથી, પરવર જેવા શાક. 
    • કેળા, ખજૂર, દ્રાક્ષ, તરબૂચ, ટેટી, લીલા નારિયેળ. ચ્હા ઓછી ગરમ, ગરમ મસાલા વગરની પીવી.. 
    • ગ્રીન ટી, હર્બલ ટી, મોળી છાશ, ઠંડાઈ પીવી..

    અનુભવ સિદ્ધ :-
    • નારિયેળ તેલથી માલિશ કરવાથી બળતરા ઘટે છે. 
    • અવિપત્તિકર ચૂર્ણ અને ત્રિફળાચૂર્ણ સવાર-સાંજ ૩-૩ ગ્રામ પાણી સાથે લેવાથી પાચક પિત્તની દાહકતા ઘટશે. 
    • પાણીમાં સુતરાઉ કાપડ બોળી-નીચોવી હાથ-પગનાં તળીયામાં ૧૦ મિનીટ લપેટવું. 
    • કાળી ચીકણી માટી ભીની કરી તેને કપડામાં લપેટી કપાળ, પેટ પર મૂકવાથી દાહ મટે છે.


ગરમીથી છુટકારો અપાવે તેવા ઉપચારો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ