પથરીના આયુર્વેદ ઉપચારો
--------------------------------------------
- લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે ૨૧૨ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
- ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
- નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
- કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
- મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
- પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
- જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
- કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધી થતી ભયંકર પીડા મટે છે.
- મૂળાનાં બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવાં, અર્ધુ પાણી બાકી રહે ત્યારે ઉતારી પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
- ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળી પીવાથી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
- મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ પેશાબની અટકાયત મટે છે.
- બડી દૂધ (દૂધેલી) નાં પાન પાંચ તોલા તથા મેંદીનાં પાન પાંચ તોલા લઈ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો અને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થાય પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવવું નહીં.
- ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઈ પેશાબ વાટે બહાર આવશે.
- કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મિસરી ખાંડ ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને પેશાબ દ્વારા નીકળી જાય છે
0 ટિપ્પણીઓ