આંખની પીડાના આયુર્વેદ ઉપચાર
----------------------------------------------
- ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે
- ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.
- આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.
- આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
- હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે
- ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
- રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
- આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
- ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
- હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
- ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
- મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
- બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
- પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
- સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
- કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
- આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
- સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
- આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
- કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંના નંબર ઊતરે છે.
- મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
- નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
- ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
- શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માનાં નંબર ઘટે છે.
- અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
- સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
- આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.
- સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
- હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
- સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્નેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યારે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્બે ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
- તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.
- જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
- આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
- દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
- તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
- મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.
0 ટિપ્પણીઓ