શરદી થઈ હોય તેના આયુર્વેદ ઉપચાર
---------------------------------------------------
- ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
- ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
- સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
- રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
- આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
- રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.
- ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.
- ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
- મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
- પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
- કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
- હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.
- રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
- કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
- લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.
- સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે.
- વરસતાવરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
- સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
- સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
- તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
- તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.
- તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.
- ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.
0 ટિપ્પણીઓ