નસકોરી ફૂટે તેના ઉપચાર
-------------------------------------
- નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
- નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
- લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે.
- નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના
- પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
- નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત જ બંધ થાય છે.
- ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- મરી અને દહીંને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
- કેરીનો ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
- દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
- મરીનો અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખૂલે છે.
- આમળાંના ચૂર્ણને કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
- અરડૂસીનાં પાનના રસનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોંવાટે લોહી પડતું બંધ થાય છે.
0 ટિપ્પણીઓ