વાળની-સંભાળ તેના ઉપચાર
-------------------------------------
- વાળ ખરતા હોય તો દિવેલ ને ગરમ કરી પછી તેને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ
- માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
- આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાઉડર બનાવી રોજ સવાર-સાંજ ફાંકવાથી સફેદ વાળ કાળા થાય છે.
- ખાંડ અને લીંબુનો રસ બન્ને ભેગા કરી માથું ધોવાથી જૂનો ખોડો મટે છે.
- ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે, માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
- તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.
- પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીનાં પાન ઉકાળવા. તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે.
- કાંદાનો રસ માથામાં ભરવાથી જ મરી જાય છે.
- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી, માથાનો ખોડો મટે છે.
- વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળુ માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
- છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
- ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળો. એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
- માથાના વાળ ખરતા હોય તો, ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી, સૂર્યના તડકમાં સાત દિવસ રાખો,ત્યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લો, આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે,વાળ કાળા થાય છે તથા નવા વાળ ઊગે છે.
0 ટિપ્પણીઓ